Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

શુક્રવારે વહેલી સવારે સાન ફ્રાન્સિસ્કોમાં યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના સ્પીકર નેન્સી પેલોસીના ઘરે એક હુમલાખોર ઘૂસી ગયો હતો અને તેના પતિ પર હથોડી વડે હુમલો કર્યો હતો. ઘટનાથી વાકેફ લોકોએ આ માહિતી આપી હતી. નેન્સીના પતિ પોલ પેલોસી પર એક બોથડ હથિયારથી હુમલો કરાતા માથા અને શરીર પર ઇજાઓ થઈ હતી. આ ઘટનાથી વાકેફ બે લોકોએ શુક્રવારે એસોસિએટેડ પ્રેસ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં ડોક્ટર તેમની સારવાર કરી રહ્યા છે. નેન્સી પેલોસીના પ્રવક્તા, ડ્રિવ હેમિલે જણાવ્યું હતું કે પોલ ઇજાઓમાંથી સંપૂર્ણ સ્વસ્થ થવાની અપેક્ષા છે. ઉલ્લેખનીય છે કે નેન્સી પેલોસી થોડા સમય પહેલા જ ચીનની ધમકી પછી પણ તાઈવાનની મુલાકાતે જવા બદલ ચર્ચામાં રહ્યા હતા.

નેન્સીના પ્રવક્તા, ડ્રિવ હેમિલે જણાવ્યું હતું કે હુમલાખોરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને હુમલાના હેતુની તપાસ કરવામાં આવી રહી છે. હુમલાખોરે નેન્સીના ઘરમાં ઘૂસીને ‘ક્યાં છે નેન્સી?’ એવી બૂમો પાડી હતી. હેમિલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સ્પીકર અને તેમનો પરિવાર તબીબી કર્મચારીઓ અને ઘટના પછી તેમને મદદ કરનારા લોકોનો આભારી છે. ઉપરાંત, તેમણે વિનંતી કરી કે આ સમયે તેમની ગોપનીયતાનું સન્માન કરવામાં આવે. સંસદના સભ્યોની સુરક્ષા માટે જવાબદાર કેપિટોલ પોલીસે કહ્યું કે નેન્સી તેના પતિ પર હુમલા સમયે વોશિંગ્ટનમાં હતા. નેન્સી યુરોપમાં સુરક્ષા પરિષદ માટે આ અઠવાડિયે વોશિંગ્ટન પરત ફર્યા હતા.