અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીના ચાર મહિના પહેલા શનિવારે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર જીવલેણ હુમલો થયો હતો. હુમલા સમયે તેઓ પેન્સિલવેનિયાના બટલર શહેરમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યા હતા. 400 ફૂટ દૂરથી એસોલ્ટ રાઈફલમાંથી નીકળેલી ગોળી તેમના કાનમાંથી પસાર થઈ હતી.
ટ્રમ્પની સુરક્ષા માટે તૈનાત સિક્રેટ સર્વિસ સ્નાઈપર્સે તરત જ 20 વર્ષીય હુમલાખોરને મારી નાખ્યો. ટ્રમ્પ પરના હુમલાને સિક્રેટ સર્વિસના ઈતિહાસની સૌથી મોટી ભૂલોમાંથી એક ગણાવવામાં આવી રહી છે. હુમલાખોર ટ્રમ્પથી માત્ર 400 ફૂટ દૂર હતો, છતાં સિક્રેટ સર્વિસ તેને પકડવામાં નિષ્ફળ રહી.