સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. દરેક ફોર્મેટમાં અલગ-અલગ કેપ્ટન ટીમની કમાન સંભાળશે. સૂર્યકુમાર યાદવ ટી-20માં, કેએલ રાહુલ વનડેમાં અને રોહિત શર્મા ટેસ્ટમાં કેપ્ટનશિપ કરશે.
માનવામાં આવી રહ્યું હતું કે રોહિત શર્માને ટT20 ટીમની કેપ્ટનશિપ પણ આપવામાં આવશે. જો કે, રોહિતે પોતાને T20 અને ODI બંને ટીમથી દૂર રાખ્યો છે. વિરાટ કોહલી પણ આ બંને શ્રેણીમાં નહીં રમે.
10 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલા આ ટૂરમાં ટીમ ઈન્ડિયાએ 3 T20, 3 ODI અને 2 ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે. ટીમ 6 ડિસેમ્બરે આ ટૂર માટે રવાના થશે. અનુભવી બેટર વિરાટ કોહલીને ટૂરની T20 અને ODI શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો છે. તેણે પોતે જ આ બે સિરીઝમાંથી બ્રેક માગ્યો હતો.
T20 ટીમઃ સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ,ઋતુરાજ ગાયકવાડ, તિલક વર્મા, રિંકુ સિંહ, શ્રેયસ અય્યર, ઈશાન કિશન (વિકેટકીપર), જીતેશ શર્મા (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા (વાઇસ કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર અને દીપક ચાહર.
ODI ટીમઃ કેએલ રાહુલ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, સાંઈ સુદર્શન, તિલક વર્મા, રજત પાટીદાર, રિંકુ સિંહ, શ્રેયસ અય્યર, સંજુ સેમસન (વિકેટકીપર), અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર, આવેશ ખાન , અર્શદીપ સિંહ અને દીપક ચહર.