રાજકોટમાં જયાપાર્વતીના વ્રતની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવશે. આ તકે કલાગુરુઓનું સન્માન કરાશે તેમજ વર્ષાઋતુના વધામણા કરતા ગીતોની જમાવટ થશે. સમગ્ર કાર્યક્રમનું આયોજન સરગમ ક્લબ અને સહકાર ભારતી દ્વારા કરવામાં આવ્યું છે. કાર્યક્રમનો પ્રારંભ રાત્રે 9.00 કલાકે થશે અને સવારના 5.00 સુધી કાર્યક્રમ ચાલશે. આયોજક મનીષભાઇ પારેખના જણાવ્યાનુસાર આપણા તહેવારોમાં જયાપાર્વતીના વ્રતનું ઘણું મહત્ત્વ છે. વર્તમાન સમયમાં મોટેભાગે જાગરણની ઉજવણીમાં કુમારિકાઓ ફિલ્મો, ફિલ્મી ગીતોની અંતાક્ષરી કે વેબ સિરીઝ વડે જાગરણ કરે છે. એના બદલે પરંપરાગત રીતે ધાર્મિક કે સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા ઉજવણી કરે તેવા હેતુથી સર્વપ્રથમ વખત આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શાસ્ત્રીય નૃત્ય, વર્ષાગીતો, લોકગીત, ગરબા, મૂકબધિર બાળકોના વિશેષ નૃત્ય, સહિતના કાર્યક્રમો યોજાશે.