Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ટાટા ગ્રૂપની દિગ્ગજ કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)ના શેરે છેલ્લા કેટલાક વર્ષોમાં એટલે કે લાંબા ગાળામાં તેના રોકાણકારોને ઉત્તમ વળતર આપ્યું છે. દેશની સૌથી મોટી IT કંપની TCSનો સ્ટોક છેલ્લા કેટલાક વર્ષોમાં રૂ. 118થી વધીને રૂ. 3,100 પર પહોંચી ગયો છે. આ સમયગાળા દરમિયાન, TCSના શેરોએ તેના રોકાણકારોને 2,500% કરતા વધુ વળતર આપ્યું છે.


₹1 લાખ બન્યા ₹1 કરોડ
TCS એ છેલ્લા લગભગ 20 વર્ષમાં બે વાર બોનસનું વિતરણ પણ કર્યું છે. બોનસ શેરના કારણે રોકાણકારોને લાંબા ગાળામાં તેમના રોકાણ પર સારું વળતર મળ્યું છે. લગભગ 14 વર્ષ પહેલાં, 20 ફેબ્રુઆરી, 2009ના રોજ, TCSના શેર BSE પર રૂ. 118.49 પર ટ્રેડ થઈ રહ્યા હતા. જો તમે ટીસીએસના શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત તો તમને 843 શેર મળ્યા હોત.

2009માં જ કંપનીએ રોકાણકારોને 1:1ના રેશિયોમાં બોનસ શેર આપ્યા હતા. આ પછી, TCS એ 2018માં પણ 1:1 રેશિયોમાં બોનસ શેરનું વિતરણ કર્યું હતું. આમ, બોનસ શેર સહિત, તમારા કુલ શેર 843થી વધીને 3,372 થયા હશે. TCSનો શેર શુક્રવારે (14 એપ્રિલ) BSE પર રૂ. 3,192 પર બંધ થયો હતો. આવી સ્થિતિમાં, TCS શેર્સમાં તમારા રોકાણનું કુલ મૂલ્ય હવે રૂ. 1 કરોડને પાર કરી ગયું હશે.