Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

મ્યુચ્યુઅલ ફંડ્સના ગતિશીલ વિશ્વમાં ક્વોન્ટિટેટિવ ફંડ્સ (કે ક્વોન્ટ) ફંડ્સ ગેમ ચેન્જર તરીકે ઊભરી રહ્યા છે. રોકાણની સાથે આધુનિક ટેક્નોલોજીનું મિશ્રણ કરતા આ ફંડ્સ રોકાણકારોને બતાવી રહ્યા છે કે નાણાં કેવી રીતે મેનેજ કરવા જ્યાં નિર્ણયો માત્ર માનવીય જજમેન્ટના બદલે અલ્ગોરિધમ, ડેટા અને મશીન લર્નિંગના આધારે લેવાય છે. વિશ્વભરમાં ક્વોન્ટિટેટિવ ફંડ્સનો ઉદય અભૂતપૂર્વ રહ્યો છે જેને અવગણી શકાય તેમ નથી. વિકસિત બજારોમાં ક્વોન્ટ ફંડ્સને ઝડપથી અપનાવવાનું પ્રમાણ ટેક્નોલોજીકલ સુધારા, રોકાણકારો દ્વારા પારદર્શકતાની વધતી માંગ તથા સતત રિસ્ક-એડજસ્ટેડ વળતર માટેની જરૂરિયાતથી વધ્યું હોવાનું એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ્સના ફંડ મેનેજર કાર્તિક કુમારે જણાવ્યું હતું.


ક્વોન્ટ ફંડ્સે અનેક દેશોમાં નોંધપાત્ર અસર કરી છે ત્યારે ભારતે હવે ઝડપથી તેમને અપનાવવાનું શરૂ કર્યું છે જે વધુ સારી ટેક્નોલોજી અને ટેક-સેવી રોકાણકારોની વધતી સંખ્યા જેવા પરિબળોને આભારી છે.

ભારતીય પરિપ્રેક્ષ્યમાં ક્વોન્ટ ફંડ્સ: ભારતીય રોકાણ ક્ષેત્ર ક્વોન્ટ ફંડ્સના વિકાસ માટે અનોખી તકો પૂરી પાડે છે જે દેશ સાથે સંબંધિત અનેક પરિબળો દ્વારા સંચાલિત છે. આમાંનું એક પરિબળ છે વધતું રોકાણકાર સોફિસ્ટિકેશન. ભારતીય રોકાણકારો, ખાસ કરીને મિલેનિયલ્સ, વધુને વધુ નાણાંકીય રીતે સાક્ષર બની રહ્યા છે અને સોફિસ્ટિકેટેડ રોકાણના વિકલ્પોને ખુલ્લા મને આવકારી રહ્યા છે.

Related News

Recommended