જમજીર ધોધની ઊંડાઈ કેટલી છે એ હજુ કોઈ જાણી શક્યું નથી. ધોધની નીચે વિશાળ ગુફાઓ છે, જો કોઈ ઉપરથી પડે તો 2થી 3 દિવસ બાદ મૃતદેહ મળે છે. મુંબઈ, ગોવાના તરવૈયા અહીં ધોધમાં પડી ગયેલાને શોધી શક્યા નથી. અહીં સેલ્ફીના ચક્કરમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યાં છે. આ ધોધનું સાચું નામ જમદગ્નિ છે પણ લોકો સરખું બોલી શકતા નથી એટલે જમજીર ધોધ બોલવાનું ચાલુ કરી દીધું છે તેમ હાલના મહંત હરિદાસબાપુએ જણાવ્યું હતું
ઋષિ જમદગ્નિ આશ્રમની નજીક ઘટાદાર વૃક્ષોની લીલોતરી વચ્ચે જમજીર ધોધ આવેલો છે. ચોમાસામાં આ ધોધને નિહાળવા દેશ વિદેશથી પર્યટકો આવે છે. આ ધોધનું સૌંદર્ય જ એવું છે કે તેને નિહાળવું અને માણવું તે એક લહાવો છે.