ટોપ ઓર્ડર બેટ્સમેન શુભમન ગિલ ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. શનિવારે પ્રેક્ટિસ મેચ દરમિયાન તેને ઈજા થઈ હતી. હાલમાં જ બીજી વખત પિતા બનેલો ભારતીય કેપ્ટન રોહિત શર્મા પણ પ્રથમ ટેસ્ટમાં નહીં રમે. તેની ગેરહાજરીમાં જસપ્રીત બુમરાહ કેપ્ટન રહેશે. તે જ સમયે કેએલ રાહુલ પ્રથમ ટેસ્ટમાં ઓપનિંગ કરી શકે છે.
ભારતીય વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલે WACA ખાતે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. શુક્રવારે પ્રેક્ટિસ મેચ દરમિયાન રાહુલને જમણી કોણીમાં ઈજા થઈ હતી.
બીજી તરફ દેવદત્ત પડિક્કલને ઓસ્ટ્રેલિયામાં જ રોકી દેવામાં આવ્યો છે. તે ભારત-A ટીમનો ભાગ હતો જે છેલ્લા 20 દિવસથી ટેસ્ટ રમવા ઓસ્ટ્રેલિયા ગો હતો. ક્રિકબઝના અહેવાલ મુજબ, પસંદગી સમિતિ સાથે વાત કર્યા પછી ભારતીય ટીમ મેનેજમેન્ટે સીનિયર ટીમના બેકઅપ તરીકે પડિક્કલને ઓસ્ટ્રેલિયામાં રાખ્યો છે.
ભારતીય ટીમ બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગઈ છે. ટીમ 22 નવેમ્બરથી પર્થમાં પ્રથમ ટેસ્ટથી પ્રવાસની શરૂઆત કરશે. ભારતીય ટીમે ત્યાં 5 ટેસ્ટ મેચોની શ્રેણી રમવાની છે.