ગુરુવારે શેરબજારમાં નીચલા સ્તરેથી ઉછાળો જોવા મળ્યો હતો અને બજાર V આકારમાં રિકવર થયું હતું. મોટા ગેપ ડાઉન પછી, નીચા સ્તરેથી બજારમાં તીવ્ર રિકવરી જોવા મળી હતી.સેન્સેક્સ 280 પોઈન્ટના ઘટાળા સાથે 80148 પોઈન્ટના સ્તરે બંધ થયો છે,જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 42 પોઈન્ટના ઘટાળા સાથે 24421 પોઈન્ટના સ્તરે બંધ થયો છે.
જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 338 પોઈન્ટના ઘટાળા સાથે 51480 પોઈન્ટના સ્તરે બંધ થયો છે. આજના બજારમાં સૌથી વધુ ખરીદી ઓઈલ એન્ડ ગેસ, એનર્જી, ઓટો, ફાર્મા સેક્ટરમાં જોવા મળી હતી, જ્યારે આઈટી, પીએસયુ બેન્ક, ફાઈનાન્સિયલ સર્વિસ, રિયલ એસ્ટેટ સેક્ટરમાં વેચવાલી જોવા મળી હતી.
બજાર ભલે આજે ફ્લેટ ટુ નેગેટિવ બંધ થયું હોય, પરંતુ આજે તેજીની સફળતા એ હતી કે તેણે બજારને મહત્ત્વના સપોર્ટ લેવલથી નીચે જવા દીધું ન હતું. તેજીઓએ ફરી એકવાર બજારના નીચલા સ્તરેથી તેમની તાકાત બતાવી અને બજારમાં મોટો ઘટાડો થવા દીધો નહીં.બજારમાં આજની રિકવરી એ સંદેશ આપ્યો છે કે મેગા ઈવેન્ટ લોકસભા ચૂંટણી અને કેન્દ્રીય બજેટ 2024 પછી પણ બુલ્સ નબળા પડ્યા નથી.