Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

એમએસ ધોનીની કેપ્ટનશીપ પણ ચેન્નઈ સુપર કિંગ્સને હારથી બચાવી શકી નહીં. શુક્રવારે, CSK ટીમને કોલકાતા નાઈટ રાઈડર્સે 8 વિકેટથી હરાવી હતી. ચેપોક સ્ટેડિયમ ખાતે પ્રથમ બેટિંગ કરતા, CSKએ 9 વિકેટ ગુમાવીને 103 રન બનાવ્યા. KKRએ 10.1 ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો.


કોલકાતા તરફથી સુનીલ નારાયણે ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું. બોલિંગ કરતી વખતે, તેણે 13 રન આપીને 3 વિકેટ લીધી અને પછી માત્ર 18 બોલમાં 44 રનની ઝડપી ઇનિંગ રમી. ટીમ તરફથી વરુણ ચક્રવર્તી અને હર્ષિત રાણાએ પણ 2-2 વિકેટ લીધી. વૈભવ અરોરા અને મોઈન અલીએ 1-1 વિકેટ લીધી.

ચેન્નઈનો સતત પાંચમો પરાજય IPLની 18મી સીઝનમાં, 5 વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સનું ફોર્મ ખૂબ જ ખરાબ છે. ટીમને ટુર્નામેન્ટમાં સતત પાંચમી હારનો સામનો કરવો પડ્યો. 6 મેચમાં માત્ર 1 જીત સાથે, ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. કોલકાતા 6 મેચમાં ત્રીજી જીત સાથે 6 પોઈન્ટ સાથે ટોપ-3 માં પહોંચી ગયું.

ચેપોકમાં CSKનો સૌથી લોએસ્ટ સ્કોર ચેપોક ગ્રાઉન્ડ પર CSKએ IPLમાં તેનો સૌથી લોએસ્ટ સ્કોર બનાવ્યો. આ પહેલા, ટીમ 2019માં મુંબઈ સામે ફક્ત 109 રન જ બનાવી શકી હતી. કોઈપણ મેદાન પર CSKનો સૌથી લોએસ્ટ સ્કોર 79 છે, જે ટીમે 2013માં મુંબઈ સામે આટલા રન બનાવ્યા હતા.