બજેટ 2024-25 દરમિયાન આઇટી એક્ટમાં 100થી વધુ સુધારા કરવામાં આવ્યા છે. આ સુધારા 23 જુલાઇથી એ કેપિટલ એસેટ્સ પર પણ લાગૂ છે, જેમાં આ તારીખથી પહેલા રોકાણ કરવામાં આવ્યું હતું
અત્યારના નિયમો અનુસાર લિસ્ટેડ કંપનીઓના શેર્સ અથવા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સના યુનિટ્સને 12 મહિના અથવા તેનાથી ઓછા સમય માટે હોલ્ડ કરવા પર તેને શોર્ટ ટર્મ કેપિટલ એસેટ માનવામાં આવે છે. પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓના શેર્સ, પ્લોટ અથવા મકાનને 24 મહિના અથવા તેનાથી ઓછા સમય માટે હોલ્ડ કરવા પર શોર્ટ ટર્મ કેપિટલ એસેટ માનવામાં આવે છે. અન્ય તમામ પ્રકારની એસેટ્સ માટે આ મર્યાદા 36 મહિનાની છે. કલમ 2 (42એ)માં સુધારા બાદ લિસ્ટેડ કંપનીઓના શેર્સ અને ઇક્વિટી ફંડ્સના યુનિટ્સના મામલે લોંગ ટર્મ કેપિટલ ગેઇન માટે હોલ્ડિંગની શરત 12 મહિનાથી વધુ સમય માટે યથાવત્ રખાઇ છે. પરંતુ અન્ય તમામ એસેટ્સ 24 મહિનાથી વધુ સમય માટે હોલ્ડ કરવા પર તેને લોન્ગ ટર્મ કેપિટલ એસેટ માનવામાં આવશે. એટલે કે લૉંગ ટર્મ કેપિટલ ગેઇન માટે હોલ્ડિંગની મહત્તમ 36 મહિનાની સીમા હટાવવામાં આવી છે.