દેશમાં પાંચને બદલે ત્રણ દર સાથે જીએસટી માળખાની જરૂર છે. આ ઉપરાંત ક્રૂડ ઓઈલ અને ચાર પેટ્રોલિયમ ઉત્પાદનોને પણ તબક્કાવાર GSTના દાયરામાં લાવવામાં આવે તેવું સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ (CBIC)ના ચેરમેન સંજય અગ્રવાલ ઓછામાં ઓછું આ જ માનવું છે.જીએસટી દરોને તર્કસંગત બનાવવા સંબંધિત બજેટની જાહેરાત પર અગ્રવાલે કહ્યું કે જીએસટી કાઉન્સિલ દ્વારા અંતિમ ભલામણો કરવાની રહેશે. તેમણે કહ્યું, “ચેરમેન તરીકે, હું માનું છું કે માર્ગદર્શક સિદ્ધાંત પર આધારિત ત્રણ GST દર હોવા જોઈએ. પ્રમાણભૂત દર, અમુક પસંદગીના લોકો એટલે કે શ્રીમંત વર્ગ દ્વારા ઉપયોગમાં લેવાતા માલ પરનો ઊંચો દર અને સામાન્ય લોકો માટે આવશ્યક (ગ્રાહક) ઉત્પાદનો પર નીચો દર.
સરકારને છેલ્લા કેટલાક સમયથી જીએસટી દ્વારા થતી આવકમાં સતત વધારો થઇ રહ્યો છે અને આગળ જતા વધુ વધારો થાય તેવો અંદાજ છે. પરંતુ જો સરકાર અલગ-અલગ એમ પાંચ ટેક્સ સ્લેબને ઘટાડીને ત્રણ કરી નાખે તેવી માગ ઉઠી છે.