સુપ્રીમ કોર્ટે રેપ કેસમાં ટુ-ફિંગર ટેસ્ટના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને હિમા કોહલીની બેન્ચે ચેતવણી પણ આપી હતી કે આવા ટેસ્ટ કરાવનાર વ્યક્તિઓ ગેરવર્તણૂક માટે દોષિત ગણાશે. બેન્ચે કહ્યું કે, દુર્ભાગ્યપૂર્ણ છે કે આજે પણ આ ટેસ્ટ થઈ રહ્યો છે.
બેન્ચે આરોગ્ય મંત્રાલયને સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો હતો કે, કોઈ પણ સંજોગોમાં જાતીય હુમલો અથવા બળાત્કાર પીડિતાનો ટુ-ફિંગર ટેસ્ટ ન થવો જોઈએ. સુપ્રીમ કોર્ટ તેલંગાણા હાઈકોર્ટના ચુકાદા સામે ચાલી રહેલા કેસ પર તેનો ચુકાદો આપી રહી હતી જેણે બળાત્કારના કેસમાં નીચલી અદાલતની સજાને ઉલટાવી દીધી હતી.