Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે વુમન્સ પ્રીમિયર લીગ-2024માં પોતાનું પ્રથમ ટાઇટલ જીત્યું છે. ટીમે દિલ્હી કેપિટલ્સને 8 વિકેટે હરાવ્યું હતું.


નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રવિવારે ટૉસ જીતીને બેટિંગ કરવા આવેલી દિલ્હી કેપિટલ્સ 18.3 ઓવરમાં 113 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં બેંગ્લોરે 19.3 ઓવરમાં 2 વિકેટે લક્ષ્યને ચેઝ કરી લીધો હતો. એલિસ પેરીએ 35 રનની અણનમ ઈનિંગ રમી હતી, જ્યારે સોફી ડિવાઈને 32 રન અને કેપ્ટન સ્મૃતિ મંધાનાએ 31 રન બનાવ્યા હતા.

આ પહેલાં દિલ્હીની ઓપનર શેફાલી વર્માએ 27 બોલમાં 44 રનની ઇનિંગ રમી હતી. જ્યારે કેપ્ટન મેગ લેનિંગે 23 રનનું યોગદાન આપ્યું હતું. શ્રેયાંકા પાટીલે 4 વિકેટ લીધી હતી જ્યારે સોફી મોલિનેક્સે એક ઓવરમાં 3 વિકેટ લીધી હતી. આશા શોભનાને બે વિકેટ મળી હતી