ભારતીય જેવલિન થ્રોઅર નીરજ ચોપરાની પેરિસ ઓલિમ્પિક્સની જર્સીને વર્લ્ડ એથ્લેટિક્સ હેરિટેજ કલેક્શનમાં સામેલ કરી છે. ટોકિયો ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજે ઓગસ્ટમાં સમાપ્ત થયેલી પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
તેણે 89.45 મીટરનો સિઝનનો સર્વશ્રેષ્ઠ થ્રો કર્યો હતો. પાકિસ્તાનના અરશદ નદીમે 92.97 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. નીરજે 2020 ટોકિયો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
નીરજ સતત બે ઓલિમ્પિકમાં મેડલ જીતનાર ત્રીજો ભારતીય ખેલાડી છે. નીરજ પહેલા રેસલર સુશીલ કુમાર અને બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ સતત બે ઓલિમ્પિકમાં મેડલ જીત્યા હતા.