વિજયનગર તાલુકાની ધોલવાણી રેન્જના અભાપુરના જંગલોમાં પોળો લાખેણા દહેરા જૈન દેરાસર પાછળ અને અગારીયા ડુંગરની નીચે બનાવેલ ચેકડેમ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. રેન્જ ફોરેસ્ટ ઓફિસર જયેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે વર્ષ 2023-24ના નાણાંકીય વર્ષ દરમ્યાન કેમ્પા-80% એનપીવી વર્ક" હેઠળ મળેલા નાણાં ભંડોળમાંથી અમોએ પોળોમાં જંગલ વિસ્તારમાંથી વહીને નીકળતાં પાણીના મોટા કોતરોમાં અલગ અલગ યોગ્ય સ્થળ પસંદગી કરી પાણી સાથે તણાઈને આવતાં કાંપને અટકાવવા સૌ પ્રથમ ગેબીયન વર્કનું કામ કરાવી આખા કોતર વિસ્તારને પ્રોપર ટ્વીટ કર્યુ હતું. જે બાદ અલગ અલગ જગ્યાએ પાંચ મોટા ચેકડેમનું બાંધકામ કરાયું હતું. જેમાં અભાપુરના પોળો જંગલમાં લાખેણા દહેરા જૈન દેરાસરથી આગળ અગારિયા ડુંગર નીચે જાલરી પાણી વાળા વિસ્તારમાં કેમ્પા-80% એન.પી.વી. વર્ક યોજના હેઠળ બનેલા ચેકડેમ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.