આટકોટ આટકોટ હલેન્ડા ગામે કનેસરા રોડ પર બીરાજમાન રૂદ્રેશ્વર મહાદેવ અનોખો મંદિર આવેલું છે જ્યાં હરિહરાનંદજી બાપુ તપસ્યા કરેલ હતી તેમજ સાધુ સંતો દ્વારા આ લિંગ ની પૂજા અર્ચના કરવામાં આવી છે જૂનું અને વર્ષો પુરાણું મંદિરે આવેલું છે હલેનડા ગામનાં જણાવ્યું હતું લોક વાયકો છે કે હરીહરાનંદજી બાપુ ને સપનાં માં આ શીવજી લીગ સપના આવી હતી ત્યારે બાપુ મિલિટરીમાં નોકરી કરતાં હતાં તે મુકી ને અહીં આવી શીવજી ની લીંગ ની પુંજા અર્ચના કરી હતી અને અહીં તેમણે તપસ્યા કરી હતી આજે પણ હજારો ભક્તજનોને રુદ્રેશ્વર મહાદેવની દર્શન કરી ભક્તજનો ધન્યતા અનુભવે છે અને આ દાદાના દર્શનમાં લહાવો લેવો પણ અનોખો છે હરિહરા નંદજી બાપુ નો ધુણો પણ આવેલો છે અહીં મંદિરના પટાંગણમાં બીલીવ વૃક્ષોથી ધેધુર છે ગામના શ્રાવણ માસમાં ભક્તજનો ધૂન કીર્તન ભજન સત્સંગનું પણ આયોજન કરવામાં આવે છે તેમજ 108 દીપ માળા દર્શન નો લાવો પણ ભક્તજનોને મળે છે.