Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

સાયબર ક્રાઇમના વધુ એક બનાવમાં જામનગર રોડ, નાગેશ્વર મંદિર પાસે તીર્થ એપાર્ટમેન્ટમાં રહેતા પરાગ હરેશભાઇ ભટ્ટ નામના યુવાને તેની સાથે જ ખાનગી પેઢીમાં નોકરી કરતા મૂળ કેશોદના અને હાલ ઉદયનગરમાં રહેતા રવિ તન્ના, તેના પિતા કાંતિલાલ તન્ના અને બહેન શ્રદ્ધા તન્ના સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. રવિને પૈસાની જરૂર હોય ક્રેડિટ કાર્ડ મારફતે તેને 1 લાખ તેના ખાતામાં જમા કરાવ્યા હતા. જે રકમ તેને પરત આપી દીધી હતી.


બાદમાં તેનું કેશોદ સ્થિત મકાન ગીરવે હોય પૈસા નહિ ચૂકવે તો મકાનનો કબજો જતો રહેશેની રવિએ વાત કરતા પોતાના નામથી સાડા આઠ લાખની પર્સનલ લોન લઇ રવિને આપી હતી. જેના થોડા હપ્તા રવિએ ભર્યા બાદ હપ્તા ભરવાનું બંધ કર્યું હતું. ત્યાર બાદ રવિએ તેની બહેન શ્રદ્ધા ખાનગી બેંકમાં ક્રેડિટ કાર્ડ વિભાગમાં કામ કરે છે તું મને તારા ડોક્યુમેન્ટ આપ એટલે કાર્ડ કઢાવી આપું. જેથી તેને બધા ડોક્યુમેન્ટ આપ્યા બાદ પોતાની એપ્લિકેશન રદ થઇ હોવાની વાત કરી હતી. બાદમાં ક્રેડિટ કાર્ડ આવી ગયાની વાત કરી પોતાને કાર્ડ આપ્યું હતું. ત્યાર બાદ રવિએ તેના પિતા, બહેન સાથે મળી પોતાના ક્રેડિટ કાર્ડ પરથી કુલ રૂ.11.75 લાખની રકમ મેળવી ઓળવી ગયાની ખબર પડતા પોલીસ ફરિયાદ નોંધાવી છે.