દેશ આજે 15મી ઓગસ્ટે તેનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11મી વખત લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવશે. પીએમ મોદી સવારે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે સૌથી પહેલા રાજઘાટ જશે.
મોદી રાજઘાટથી લાલ કિલ્લા પહોંચશે. અહીં તેમનું સ્વાગત સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, સંરક્ષણ રાજ્ય પ્રધાન સંજય સેઠ અને સંરક્ષણ સચિવ ગિરધર અરમાને કરશે. આ પછી તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. ધ્વજવંદન અને રાષ્ટ્રગીત બાદ વડાપ્રધાન રાષ્ટ્રને સંબોધન કરશે.
78મા સ્વતંત્રતા દિવસની થીમ વિકસિત ભારત છે. આ અંતર્ગત આઝાદીના 100મા વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.