Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

બાંગ્લાદેશની વચગાળાની સરકારે અમેરિકા, રશિયા, સાઉદી અરેબિયા, જાપાન, જર્મની, યુએઈ અને માલદીવમાં તૈનાત પોતાના રાજદૂતોને પાછા બોલાવવાનો નિર્ણય લીધો છે. તેમની નિમણૂક શેખ હસીનાના કાર્યકાળ દરમિયાન કરવામાં આવી હતી.


8 ઓગસ્ટે વચગાળાની સરકારની રચના બાદ બાંગ્લાદેશમાં મોટા પાયે વહીવટી ફેરબદલ થઈ રહ્યા છે. વિદેશ મંત્રાલયની વેબસાઈટ પર 7 દેશોના રાજદૂતોને પરત બોલાવવા સંબંધિત અલગ-અલગ સૂચનાઓ પણ જારી કરવામાં આવી છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે, રાજદૂતો અને ઉચ્ચ કમિશનરોની ઢાકામાં બદલી કરવામાં આવી છે. તેમને તેમની વર્તમાન જવાબદારી છોડીને ઢાકા પરત ફરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

હાઈ કમિશનર અને રાજદૂતો ઉપરાંત વોશિંગ્ટનમાં સેક્રેટરી વહીદુઝમાન નૂર અને કાઉન્સેલર અરિફા રહેમાન રુમા, ઓટ્ટાવા, કેનેડામાં કાઉન્સેલર અપર્ણા રાની પાલ અને કાઉન્સેલર મોબાશ્વીરા ફરઝાના અને ન્યૂયોર્કમાં સેક્રેટરી આસિબ ઉદ્દીન અહેમદની કરાર આધારિત નિમણૂકો રદ કરવામાં આવી છે. આ પાંચેયને 31 ઓગસ્ટ પહેલા દેશમાં બોલાવવામાં આવ્યા છે.