ઓલા ઈલેક્ટ્રિકના શેરે 7 ટ્રેડિંગ દિવસોમાં રોકાણકારોના નાણાં બમણા કર્યા છે. કંપનીના શેર 9 ઓગસ્ટના રોજ 76 રૂપિયાના ભાવે માર્કેટમાં લિસ્ટ થયા હતા. આજે એટલે કે 20 ઓગસ્ટ મંગળવારના રોજ તે 157.53 રૂપિયાની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચી ગયો હતો.
જો કે, 3.1 કરોડ શેરની બ્લોક ડીલ પછી ઓલાના શેર હવે 6% કરતા વધુ નીચે છે. 137 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. આ સોદાનું મૂલ્ય રૂ. 468.3 કરોડ છે અને શેરની ડીલ સરેરાશ રૂ. 146 પ્રતિ શેરના ભાવે કરવામાં આવી છે.
ભાવિશ અગ્રવાલ કંપનીના 1,32,39,60,029 શેર ધરાવે છે. 157.53 રૂપિયાના હિસાબે તેની કિંમત 20.85 હજાર કરોડ રૂપિયા છે. IPOના સમયે, અગ્રવાલે 37,915,211 શેર પ્રતિ શેર રૂ. 76ના ભાવે ઓફર ફોર સેલ દ્વારા વેચ્યા હતા.