શિક્ષણના મામલે પણ બે ભારત છે. એક ભારત માત્ર સાયન્સ ભણી રહ્યું છે અને મોટી સંખ્યામાં ડૉક્ટર, એન્જિનિયર જેવા પ્રોફેશનની કતારમાં ઊભા થઈ રહ્યા છે. બીજું ભારત આર્ટ્સ-કોમર્સ ભણી રહ્યું છે. આંકડા જણાવે છે કે આંધ્ર, તેલંગાણા, તમિલનાડુ અને યુપી જેવા રાજ્યોમાં 62થી 78 ટકા સુધી વિદ્યાર્થી માત્ર સાયન્સ ભણી રહ્યા છે, જ્યારે બંગાળ (14.6%), પંજાબ (16.4%) ખૂબ ઓછા વિદ્યાર્થી સાયન્સ સ્ટ્રીમ લે છે. દેશમાં 3 ટકા વિર્ધાથી જ વોકેશનલ કોર્સ કરે છે.
2023: ધો-10માં 84.9% વિદ્યાર્થી પાસ તમામ બોર્ડનાં તમામ માધ્યમોમાં ધોરણ-10માં 84.9 ટકા તો ધોરણ-12માં 82.5 ટકા વિદ્યાર્થી પાસ થયા. 10મામાં હિન્દી અને અંગ્રેજી માધ્યમના અનુક્રમે 85.8 ટકા અને 84.2 ટકા પાસ થયા. ધો-12માં હિન્દી-અંગ્રેજી માધ્યમમાં 84.9 ટકા અને 80.5 ટકા વિદ્યાર્થી પાસ થયા.