મેષઃ-
પોઝિટિવઃ- આજે ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. પરંતુ અન્ય પાસેથી અપેક્ષા રાખવાની જગ્યાએ પોતાની કાર્ય ક્ષમતા અને યોગ્યતા ઉપર વધારે વિશ્વાસ રાખો. તેનાથી પરિસ્થિતિઓ વધારે સારી થતી જશે. આજે કોઈ મહત્ત્વપૂર્ણ જાણકારી મળવાથી કોઇ સમસ્યાનો પણ ઉકેલ મળશે.
નેગેટિવઃ- નકારાત્મક વાતોને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં. સમજદારી અને શાંતિથી દિનચર્યા વ્યવસ્થિત રાખો. કોઇ નજીકના સંબંધી સાથે રૂપિયા-પૈસાને લઇને કોઇ પ્રકારનો મતભેદ રહી શકે છે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં વધારે કામ રહી શકે છે.
લવઃ- તમારી કોઇપણ સમસ્યાને જીવનસાથી કે પરિવારના લોકો સામે જાહેર કરો.
સ્વાસ્થ્યઃ- મહેનત સાથે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.
--------------------------------
વૃષભઃ-
પોઝિટિવઃ- ઘરનું વાતાવરણ સુકૂન અને શાંતિપૂર્ણ રહેવાથી તમે તમારી વ્યક્તિગત ગતિવિધિઓને યોગ્ય રીતે ધ્યાન આપીને પૂર્ણ કરી શકશો. કોઇ સામાજિક સંસ્થામા પણ તમારું યોગદાન રહી શકે છે. અનેક પ્રકારની ગતિવિધિઓમા વ્યસ્ત રહી શકો છો.
નેગેટિવઃ- અજાણ વ્યક્તિઓને મળવાનું ટાળો. પોતાના કાર્યો ઉપર જ ધ્યાન આપો. જમીન કે વાહનની ખરીદદારીને લગતી યોજના ઉપર કોઈપણ અમલ ન કરો. બિનજરૂરી ખર્ચ તમને પરેશાન કરી શકે છે.
વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ હાલ મંદ જ રહેશે.
લવઃ- પતિ-પત્નીનો એકબીજા સાથે તાલમેલ ખૂબ જ ઉત્તમ રહી શકે છે.
સ્વાસ્થ્યઃ- ઘરના કોઇ વડીલ સભ્યના સ્વાસ્થ્યને લગતી મુશ્કેલીઓ થવાથી બેદરકારી ન કરો.
--------------------------------
મિથુનઃ-
પોઝિટિવઃ- આજે બેદરકારી કે આળસના કારણે કોઇપણ ફોનકોલને ઇગ્નોર ન કરો. તમને કોઈ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે, જે ખૂબ જ લાભદાયક રહેશે અને તમે ઊર્જા અને આત્મવિશ્વાસથી ભરપૂર અનુભવ કરશો.
નેગેટિવઃ- કોઇ મિત્ર કે સંબંધીના પોતાના વાયદાથી હટી જવું તમને તણાવ આપશે. એટલે આજે કોઈની પાસેથી વધારે આશા ન રાખશો. તમારી યોગ્યતા અને નિર્ણય દ્વારા જ તમારા કાર્યો પૂર્ણ કરો.
વ્યવસાયઃ- તમારા સંપર્ક સૂત્રોની સીમા વધારે વિકસિત કરો.
લવઃ- જીવનસાથીનો સહયોગ અને સલાહ તમારા માટે લાભદાયી રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય થોડું નરમ રહી શકે છે.
--------------------------------
કર્કઃ-
પોઝિટિવઃ- તમારા કોઈ મહત્ત્વપૂર્ણ કાર્યને પૂર્ણ કરવા માટે સમય અનુકૂળ છે. ભવિષ્યને લગતી યોજના ઉપર વિચાર કરો. ઘરની દેખરેખને લગતી ગતિવિધિઓમાં પણ પરિવારના લોકો સાથે થોડી યોજના બનશે.
નેગેટિવઃ- દિવસની શરૂઆતમા થોડી પરેશાની અને વિઘ્ન અનુભવ થઈ શકે છે. પરંતુ જલ્દી જ સમસ્યાનો ઉકેલ મળી જશે એટલે ચિંતા ન કરો. કોઇપણ પ્રકારના વાદ-વિવાદની સ્થિતિમા પડશો નહીં.
વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ વર્તમાન પરિસ્થિતિઓના કારણે ધીમી જ રહેશે.
લવઃ- ઘરની સુખ-શાંતિને જાળવી રાખવા માટે પતિ-પત્નીની કોશિશ સફળ રહેશે.
સ્વાસ્થ્યઃ- કફ, ઉધરસ અને ગળામાં ઇન્ફેક્શન અનુભવ થઈ શકે છે.
--------------------------------
સિંહઃ-
પોઝિટિવઃ- ઘરના વડીલો પ્રત્યે આદર અને સન્માનમાં કોઈ ઘટાડો આવવા દેશો નહીં. તેમનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થઈ શકે છે. તમારી મહેનત અને આત્મવિશ્વાસના કારણે સફળતા તમારી નજીક રહેશે.
નેગેટિવઃ- કોઇ નકારાત્મક પ્રવૃત્તિના મિત્ર સાથે સંપર્ક રાખવાથી તમારી માનહાનિ ઉપર પણ વાત આવી શકે છે. એટલે ખોટી બાબતોમાં ગુંચવાશો નહીં. ઘરની ગતિવિધિઓ તથા બાળકો સાથે જ વ્યસ્ત રહો.
વ્યવસાયઃ- કર્મચારીઓની ગતિવિધિઓમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે.
લવઃ- પરિવારના લોકો સાથે સુખમય સમય પસાર થશે.
સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશરને લગતી નિયમિત તપાસ કરાવતા રહો
--------------------------------
કન્યાઃ-
પોઝિટિવઃ- દિવસ ખૂબ જ શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે પસાર થશે. ઘરનું વાતાવરણ પોઝિટિવ જાળવી રાખવામા પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ જગ્યાએ ફસાયેલાં રૂપિયા વસૂલ કરવા માટે સમય અનુકૂળ છે.
નેગેટિવઃ- અન્ય લોકોના મામલે દખલ કરવાની જગ્યાએ પોતાના કાર્યો ઉપર જ ધ્યાન કેન્દ્રિત રાખો. આ સમયે આવાગમનને લગતી કોઇપણ ક્રિયાઓ કરવી યોગ્ય નથી.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં થોડા વિઘ્ન આવવાના કારણે તણાવ રહી શકે છે.
લવઃ- પારિવારિક જીવન સામાન્ય રહી શકે છે.
સ્વાસ્થ્યઃ- શારીરિક અને માનસિક થાક અનુભવ કરશો.
--------------------------------
તુલાઃ-
પોઝિટિવઃ- આજે આર્થિક લાભને લગતી થોડી મહત્ત્વપૂર્ણ શક્યતાઓ બનશે. એટલે સંપૂર્ણ મહેનત સાથે પોતાના કાર્યો પ્રત્યે સમર્પિત રહો. પારિવારિક તથા વ્યવસાયિક ગતિવિધિઓમાં સારું સંતુલન પણ રહેશે.
નેગેટિવઃ- પ્રોપર્ટીને લગતું કોઈપણ કામને ટાળવું યોગ્ય રહેશે. કેમ કે હાલ કોઇ પ્રકારના મતભેદની સ્થિતિ બની રહી છે. પેપર વર્ક કરતા પહેલાં યોગ્ય રીતે તેનો અભ્યાસ કરી લેવો.
વ્યવસાયઃ- પાર્ટનરશિપને લગતા વ્યવસાયમાં ગેરસમજ દૂર થવાથી કામની રીતમા સુધાર આવશે.
લવઃ- તમારા કાર્યોમાં જીવનસાથીનો સહયોગ તમારી ચિંતાઓને ઘટાડશે.
સ્વાસ્થ્યઃ- તમે તમારી દિનચર્યા અને ખાનપાનને લઇને અનુશાસિત રહેશો.
--------------------------------
વૃશ્ચિકઃ-
પોઝિટિવઃ- આજે અચાનક જ કોઇ અટવાયેલું કામ પૂર્ણ થઈ શકે છે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી પણ રાહત મળી શકે છે. બાળકો સાથે થોડો સમય પસાર કરવો તથા તેમનું માર્ગદર્શન કરવું તેમના આત્મવિશ્વાસને વધારશે.
નેગેટિવઃ- ખર્ચમા કોઇપણ પ્રકારનો કાપ કરવો અશક્ય રહેશે. આર્થિક સ્થિતિને લઇને થોડી ચિંતા રહી શકે છે. સમય પ્રમાણે તમારા વિચારોમાં પણ પરિવર્તન લાવવું જરૂરી છે.
વ્યવસાયઃ- વ્યવસાયમં કોઇપણ કાર્યને વધારે ગંભીરતાથી લેવું
લવઃ- પતિ-પત્ની અન્યની ભાવનાઓનું સન્માન કરશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લગતી કોઈપણ મુશ્કેલીને હળવામા લેશો નહીં.
--------------------------------
ધનઃ-
પોઝિટિવઃ- કોઇ વિશેષ વ્યક્તિ સાથે મહત્ત્વપૂર્ણ વિષય અંગે ચર્ચા-વિચારણા થશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાનો ઉકેલ પણ મળી શકે છે. તમને જીવનના પોઝિટિવ પહેલુ સાથે રૂબરૂ થવાનો પણ અવસર મળશે.
નેગેટિવઃ- વિદ્યાર્થીઓ તથા યુવાઓને તેમના ભવિષ્યને લગતા કાર્યોમાં ધ્યાન આપવું જરૂરી છે. આ સમયે જમીન-જાયદાદને લગતા કોઈપણ મામલે રસ ન લેવો.
વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય રહેશે.
લવઃ- જીવનસાથીનું સ્વાસ્થ્ય થોડું નરમ રહેવાના કારણે તમારો ઘરમાં યોગ્ય સહયોગ રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.
--------------------------------
મકરઃ-
પોઝિટિવઃ- કામ વધારે હોવા છતાં તમે તમારા સંબંધીઓ તથા મિત્રો સાથે સંપર્કમા રહેવાની કોશિશ કરશો. જેથી સંબધોમા મધુરતા રહેશે અને તમારી વિચારશૈલીમાં પોઝિટિવિટી આવશે.
નેગેટિવઃ- રૂપિયા-પૈસાને લગતી લેવડ-દેવડ અંગે કોઇ સાથે ઝઘડો કરવો નહીં. સાવધાની રાખવાથી આ પરિસ્થિતિઓને ટાળી શકાય છે. ઘરમાં વધારે કામ હોવાના કારણે કોઈ મહત્ત્વપૂર્ણ કામ અટકી પણ શકે છે.
વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્યોમાં વધારે રોકાણ ન કરો.
લવઃ- પારિવારિક જીવન સુખદ રહી શકે છે.
સ્વાસ્થ્યઃ- વર્તમાન પરિસ્થિતિઓ સામે પોતાની રક્ષા કરો.
--------------------------------
કુંભઃ-
પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરો. તેના દ્વારા તમારા વ્યક્તિત્વમા પણ નિખાર આવશે અને નિર્ણય લેવાની ક્ષમતા પણ યોગ્ય રહેશે. કોઇ અનુભવી વ્યક્તિ સાથે મુલાકાત દ્વારા તમારી કોઇ સમસ્યાનો પણ ઉકેલ મળી શકે છે.
નેગેટિવઃ- અન્ય લોકોના મામલે પડશો નહીં, નહીંતર તમારી ઉપર કોઈ મુશ્કેલી આવી શકે છે. વિદ્યાર્થીઓને કોઇ પ્રોજેક્ટમા વિફળતા મળવાથી થોડી નિરાશાની ભાવના રહી શકે છે. ધૈર્ય જાળવી રાખવું
વ્યવસાયઃ- આર્થિક રૂપથી આજનો દિવસ સારો રહી શકે છે.
લવઃ- પતિ-પત્ની એકબીજાના સંબંધોમા મતભેદને સ્થાન આપે નહીં.
સ્વાસ્થ્યઃ- વધારે કામના ભારથી માંસપેશીઓ તથા સર્વાઇકલનો દુખાવો વધી શકે છે.
--------------------------------
મીનઃ-
પોઝિટિવઃ- આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે વાર્તાલાપ કરવાથી વધારે સુકૂન અને રાહત મળી શકે છે. કોઇ વ્યક્તિગત સમસ્યાનું સમાધાન પણ મળી શકે છે. અટવાયેલાં પ્રોપર્ટીને લગતા મામલાઓમા સફળતા મળવાની આશા છે.
નેગેટિવઃ- મનમાં થોડી અનહોની થવાની શક્યતાઓનો ભય રહેશે. આ માત્ર તમારો વહેમ છે. તમારે પોતાને વ્યસ્ત જાળવી રાખવા. અન્યના મામલે પડવાથી તમારી પણ અપમાનજનક સ્થિતિ બની શકે છે.
વ્યવસાયઃ- કોઇ ઉચ્ચાધિકારીના સહયોગથી તમે તમારા મન પ્રમાણે સફળતા પ્રાપ્ત કરી શકો છો.
લવઃ- લગ્નજીવન તાલમેલ પૂર્ણ રહી શકે છે.
સ્વાસ્થ્યઃ- થાક અને નબળાઈ જેવી પરેશાનીથી રાહત મેળવવા માટે પોઝિટિવ રહો.