શેરબજારમાં શુક્રવારે તેજી જોવા મળી હતી. શેરબજારમાં છેલ્લા સળંગ બે દિવસના કડાકા બાદ આજે આકર્ષક ઉછાળો જોવા મળ્યો છે. પીએસયુ, ટેકનોલોજી અને રિયાલ્ટી સેક્ટર્સમાં લેવાલીના પગલે આજે ભારતીય શેરબજાર સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. સેન્સેક્સ સુધારા તરફી ખૂલ્યા બાદ 2000 પોઈન્ટ ઉછળ્યો હતો. નિફ્ટી પણ 23400નું લેવલ પરથી 23900ના સ્તરે પહોંચ્યો હતો. સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ઘટાડે ઘણા શેરોમાં ફંડો, ખેલંદાઓએ વેલ્યુબાઈંગ કરતાં માર્કેટબ્રેડથ ફરી પોઝિટીવ બની હતી. રોકાણકારોની મૂડી 6 લાખ કરોડ વધી હતી. સેન્સેક્સ 1961 પોઈન્ટના ઘટાળા સાથે 97117 પોઈન્ટના સ્તરે બંધ થયો છે, જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 537 પોઈન્ટના ઉછાળા સાથે 23886 પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 674 પોઈન્ટના ઉછાળા સાથે 51082 પોઈન્ટના સ્તરે બંધ થયો.
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)ની વેચવાલીના દબાણ ઉપરાંત ભારતીય ઈક્વિટીસમાં દૈનિક ધોરણે શેરોની વધઘટનું ચિત્ર પણ બદલાઈ રહ્યાનું જોવા મળી રહ્યું છે.ઓગસ્ટમાં એડવાન્સ ડિકલાઈન રેશિઓ (એડીઆર)નું દૈનિક સરેરાશ પ્રમાણ જે 51% હતું તે પછીના બે મહિનામાં તબક્કાવાર ઘટી નવેમ્બરમાં 32% પર આવી ગયું છે.એડવાન્સ ડિકલાઈન રેશિઓ શેરોના વધવા કરતા ઘટવાની માત્રા વધુ હોવાના સંકેત આપે છે. રેશિઓ જેટલો ઓછો તેટલુ રોકાણકારોનું માનસ નબળું પડી રહ્યાનું કહી શકાય છે. એડીઆર જે ઓગસ્ટમાં 51% હતો તે સપ્ટેમ્બરમાં ઘટી 47% પર આવી ગયો હતો અને ઓકટોબરમાં 32% રહ્યો હતો.શેરો વધવા કરતા ઘટવાની માત્રા ઊંચી રહેવાના કિસ્સામાં રોકાણકારોની શેરો ખરીદવાની રુચી ઘટી રહી હોવાનું કહી શકાય છે. સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં 85000ની ટોચ દર્શાવ્યા બાદ બેન્ચમાર્ક સેન્સેકસ તથા નિફટી50 ઈન્ડેકસમાં 10% ઘટાડો થયો છે. એટલું જ નહીં મિડકેપ તથા સ્મોલ કેપમાં પણ વ્યાપક ધોવાણ જોવા મળી રહ્યું છે. ઓકટોબરમાં કેશમાં રૂપિયા 1.14 લાખ કરોડની જંગી વેચવાલી બાદ નવેમ્બરના પ્રથમ પખવાડિયામાં પણ વિદેશી રોકાણકારોની વેચવાલી ચાલુ રહી છે અને રૂપિયા 25000 કરોડની નેટ વેચવાલી આવી છે. ભારતીય શેરબજાર જે છેલ્લા અઢી-ત્રણ વર્ષથી ખરીદદારોની માર્કેટ તરીકે ઓળખાતું હતું તે હાલમાં વેચાણકારોની બજાર બની રહ્યું છે.