અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવાર (28 માર્ચ) સોના અને ચાંદીના ભાવ ઓલ ટાઇમ હાઈ પહોંચી ગયા છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 889 રૂપિયા વધીને 89,306 રૂપિયાના ઓલ ટાઈમ હાઈ સ્તરે પહોંચી ગયો છે. આ પહેલા 20 માર્ચે સોનાનો ભાવ 88,761 રૂપિયા ઓલ ટાઈમ હાઈ હતો.
તે જ સમયે, આજે એક કિલો ચાંદીનો ભાવ 1,159 રૂપિયા વધીને 1,00,934 રૂપિયા પર પહોંચી ગયો છે. આ પણ તેનો નવી ઓલ ટાઇમ હાઈ છે. આ પહેલા મંગળવાર, 18 માર્ચના રોજ, ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ 1,00,400 રૂપિયાના ઓલ ટાઈમ હાઈ સ્તરે હતો. ગઈકાલે એટલે કે ગુરુવારે (27 માર્ચ), તેની કિંમત 99,775 રૂપિયા હતી.