Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ગુજરાતની ગૌરવંતી સાંસ્કૃતિક પરંપરા ‘ગરબા’ને હવે વૈશ્વિક સ્તરે નામના મળવા જઈ રહી છે. યુનેસ્કો દ્વારા આજે ગરબાને વર્ષ 2023નો અમૂર્ત સાંસ્કૃતિક વારસો (આઇસીએચ) જાહેર કરવામાં આવશે. આ અંગે આજે સાંજે 6 વાગ્યાથી લાઈવ વેબકાસ્ટ કરવામાં આવશે. આ સંદર્ભમાં વિવિધ સ્થળે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.

આજે સાંજે 5 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી પવિત્ર યાત્રાધામ અંબાજી ચાચર ચોક મંદિર ખાતે ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત યુનેસ્કો દ્વારા ગરબા લોકનૃત્યની હેરિટેજમાં સ્થાન મળતાં તેની જાહેરાતનું લાઈવ ટેલીકાસ્ટ આ કાર્યક્રમની અંદર ઓનલાઈન માધ્યમથી પ્રસારણ નિહાળવા બનાસકાંઠા જિલ્લાના તમામ કલાકારો, નૃત્ય કલાસીસો, ગરબા ક્લાસીસ, રાસ મંડળો, તમામ શાળા-કોલેજ, તમામ નગરજનો, યુવાનો, પદાધિકારીઓ, અધિકારીઓ અને તમામ જાહેર જનતાને બહોળી સંખ્યામા આ કાર્યક્ર્મનો લાભ લેવા જણાવાયું છે. યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક ખજાનાની યાદીમાં સમાવેશ કરવા માટે ભારતે ગુજરાતની પ્રતિષ્ઠિત પરંપરાગત નૃત્ય શૈલી ગરબાનો પ્રસ્તાવ 2 વર્ષ અગાઉ મૂક્યો હતો.