દેશના સત્તાવાર ડેટા કરતાં ભારત ઝડપી ગતિએ આર્થિક વૃદ્વિ તરફ આગેકૂચ કરી રહ્યું છે અને તેમાં ઇક્વિટી આઉટલૂકમાં પણ સુધારાનો અવકાશ રહેલો છે. દેશની ઇક્વિટીને ‘અંડરવેઇટ’ થી ‘બેંચમાર્ક’ તરફ અપગ્રેડ કરતાં ક્રેડિટ સુઇસે જણાવ્યું હતું કે બેન્ચ માર્ક સૂચકાંકોમાં પણ 14% સુધીની વૃદ્વિનો અવકાશ છે.
ભારત નાણાકીય વર્ષ 2024 દરમિયાન 7 ટકાના દરે વૃદ્વિ પામશે જે સર્વસંમતિના 6 ટકાથી નીચે રહેશે તેવા અંદાજથી વધુ છે. સર્વસંમતિનો અંદાજ માત્ર સત્તાવાર ડેટા પર આધારિત છે જ્યારે બ્રોકરેજ ફર્મ દ્વારા દેશના આર્થિક વૃદ્વિદરના અંદાજ માટે વ્યાપકપણે માપદંડોને આવરી લેવામાં આવ્યા છે. BSE 500 કંપનીઓના રેવેન્યૂ ગ્રોથને કારણે પણ આર્થિક વૃદ્વિદરને વેગ મળશે.
અત્યારની ફુગાવાની સ્થિતિ તેમજ આઉટલૂકને કારણે દરમાં વધારાની જરૂર નથી, પરંતુ RBI પેમેન્ટની દૃષ્ટિએ બેલેન્સ શીટમાં કોઇ નુકસાનને ટાળવા માટે દરમાં વધારો કરી શકે છે. મિશ્રાએ વધુમાં ઉમેર્યું હતું કે તે એક માત્ર ગેરમાન્યતા છે કે ચીનની મુશ્કેલીઓને કારણે ભારતમાં પ્રવાહ વધશે અને એશિયા પેસિફિક તેમજ અન્ય ઉભરતા માર્કેટ દ્વારા પ્રાંત આધારિત ફાળવણીથી પ્રવાહ મળી રહ્યો છે.
એટલે જ, ચીનમાં લોકડાઉનને કારણે ભારતમાં પોર્ટફોલિયોમાં પણ વધારો થશે. ફાઇનાન્સિયલ સેક્ટર પર બ્રોકરેજ ઓવરવેઇટ છે અને લાગી રહ્યું છે કે ક્રેડિટમાં અત્યારના ઉચ્ચ ગ્રોથને કારણે નોન પરફોર્મિંગ એસેટ્સમાં કોઇ વધારો થશે નહીં.