રાજકોટ નજીક આવેલા ગામમાં ઘેર એકલી રહેલી સગીરાના મકાનમાં ઘૂસી ધમકાવી નિર્લજ્જ હુમલો કરી શખ્સે બીભત્સ છેડછાડ કર્યાની સગીરાની માતાએ ફરિયાદ કરતાં એરપોર્ટ પોલીસે શખ્સ સામે પોક્સો સહિતનો ગુનો નોંધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ નજીક ગામમાં રહેતા અને ખેતીકામ કરતી મહિલાએ ફરિયાદ કરી હતી. જેમાં આરોપી તરીકે મહેશ ગૌરીદાસ બાવાજીનું નામ આપ્યું હતું. ફરિયાદમાં જણાવ્યું હતું કે, ખેતીકામ કરતા હોય અને ઘઉંનું વાવેતર કરવાનું હોય તેના પતિ સહિતના પરિવારો વાડીએ ગયા હતા. તે દરમિયાન તેની સગીર વયની પુત્રી ધો.12માં અભ્યાસ કરતી હોય તે અભ્યાસ માટે એકલી ઘેર રોકાઇ હતી. દરમિયાન તેના ઘર પાસે રહેતા તેના સગ્ગાનો ફોન આવ્યો હતો કે, તમારા ઘરમાં ઘૂસી મહેશ નામના શખ્સે તમારી છોકરી સાથે છેડતી કરી છે તમે આવો. જેથી તે તેમજ તેના પતિ સહિતના ઓ ઘેર આવી તેની પુત્રીની પૂછતાછ કરી હતી.