Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભારતના શ્રીલંકા પ્રવાસનું શિડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ગુરુવારે શ્રીલંકન ક્રિકેટ બોર્ડે 3 ODI અને 3 T20 મેચોની સિરીઝનું શિડ્યૂલ જાહેર કર્યું. એ જ સમયે પ્રવાસ પહેલાં શ્રીલંકાના T20 કેપ્ટન વાનિન્દુ હસરંગાએ કેપ્ટનશિપ છોડી દીધી છે.


આ પ્રવાસ ભારતીય ટીમના નવા નિયુક્ત મુખ્ય કોચ ગૌતમ ગંભીર માટે પ્રથમ હશે. આ ઉપરાંત શ્રીલંકાના પૂર્વ બેટર સનથ જયસૂર્યા પણ આ પ્રવાસથી પોતાની આંતરરાષ્ટ્રીય કોચિંગ કારકિર્દીની શરૂઆત કરશે.

નવા શિડ્યૂલ મુજબ ટી20 સિરીઝની પ્રથમ મેચ 26 જુલાઈના રોજ સાંજે 7 વાગ્યે પલ્લેકેલેમાં રમાશે. કોલંબોમાં 1 ઓગસ્ટથી વન-ડે સિરીઝ શરૂ થશે.