શુક્રવારે પેરિસ પેરાલિમ્પિકમાં ભારતે 4 મેડલ જીત્યા છે. મહિલા શૂટિંગમાં અવની લેખારાએ ગોલ્ડ અને મોના અગ્રવાલે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મનીષ નરવાલે પુરુષોની 10 મીટર એર પિસ્તોલ શૂટિંગમાં સિલ્વર જીત્યો હતો. જ્યારે પ્રીતિ પાલે મહિલાઓની 100 મીટર T35 કેટેગરીની રેસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
શુક્રવારે ભારતનો ચોથો મેડલ પુરુષોની શૂટિંગમાં આવ્યો, જેમાં મનીષ નરવાલે પુરુષોની 10 મીટર એર પિસ્તોલની SH1 કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો. તે 234.9ના ફાઈનલ સ્કોર સાથે બીજા ક્રમે રહ્યો હતો. કોરિયાના જેઓંગડુ જોએ 237.4 પોઈન્ટ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
વર્લ્ડ અને પેરાલિમ્પિક રેકોર્ડ હોલ્ડર ચીનની ચાઓ યાંગ 214.3 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. તેણે ટોકિયોમાં 237.9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ જીત્યો હતો. તેના નામે 241.8 પોઈન્ટનો વર્લ્ડ રેકોર્ડ પણ છે.