ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના પૂર્વ ગવર્નર 15મા નાણાં પંચના અધ્યક્ષનું નવું પુસ્તક ‘ઇવન એજ રિકેલિબ્રેટઃ ચેન્જિંગ પૅરડાઇમ’ પ્રધાનમંત્રીના અગ્ર સચિવ પી. કે. મિશ્રાની કેટલીક ‘પસંદ કરેલી આંતરિક વાતો’ સાથે પ્રગતિ અને સંભવિત વિકાસ લક્ષ્યાંકોના પૂરા નહીં થયેલા કાર્યો ઉપર પ્રકાશ ફેંકે છે જે ભારતના સંદર્ભમાં અત્યંત આવશ્યક છે. આ કાર્યો સંયુક્ત રાષ્ટ્રોના દીર્ઘકાલિન વિકાસ લક્ષ્યો (SDG) અને પેરિસ સમજૂતીના આપતિ જોખમ ઘટાડા માટે સેન્ડાઇ ફ્રેમવર્કના નામથી પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય સમજૂતીના સંદર્ભમાં રજૂ કરવામાં આવ્યાં છે.
સિંઘ અને મિશ્રાએ સમગ્ર જીવન અમલદાર તરીકે વિતાવ્યું છે, પરંતુ કેટલાક પસંદગીના ક્ષેત્રોમાં. વિષય સંબંધિત તેમનું તલસ્પર્શી જ્ઞાન અને તેમાં પ્રતિબિંબિત થતો અનુભવ લેખક દ્વારા લખવામાં આવેલા દરેક નિબંધોમાં જોવા મળે છે, જેના થકી વ્યક્ત કરવામાં આવેલા મંતવ્યોની જવાબદારી સચોટ અર્થમાં વ્યક્ત થાય છે.
વિવિધ ખ્યાલો અને વ્યવહારિક અમલની મદદથી પૂર્વભૂમિકા બાંધતું આ પુસ્તક ચોક્કસપણે વાંચવાલાયક, માહિતીપ્રદ અને વિચારપ્રેરક છે. પાક વીમા અને આપદા પ્રબંધન જેવા આપણા રાષ્ટ્રની સુખાકારી માટે કેન્દ્રવર્તી જટિલ વિષયોને બિનજરૂરી શાબ્દિક આડંબર વગર સાવ સરળ ભાષામાં રજૂ કરવામાં આવ્યાં છે કે તેને સામાન્ય વ્યક્તિ પણ સરળતાથી સમજી શકે છે.