ગાઝામાં ઇઝરાયલના બંધકોના મૃતદેહ મળ્યા બાદ હમાસે ઈઝરાયલને ચેતવણી આપી છે. હમાસે કહ્યું છે કે જો ઈઝરાયલની સેના તેમના પર દબાણ કરવાનું બંધ નહીં કરે તો તેઓ બંધકોને મારીને શબપેટીમાં મુકીને ઇઝરાયલ મોકલી દેશે. હમાસે ધમકી આપતા કહ્યું કે તેણે તેના આતંકીઓને આ માટે પહેલેથી જ આદેશ આપી દીધા છે.
અલ જઝીરા મુજબ કાસિમ બ્રિગેડના પ્રવક્તા અબુ ઉબૈદાએ કહ્યું કે જો ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ કોઈપણ સમજૂતી વિના સૈન્ય દબાણ લાવી બંધકોને મુક્ત કરવાનો પ્રયાસ કરશે તો અમે બંધકોને શબપેટીમાં પરત કરીશું. હવે નિર્ણય પરિવારના હાથમાં છે કે તેમને બંધકોને જીવતા પાછા જોઈએ છે કે તેમના મૃતદેહો.
હમાસે કહ્યું કે બંધકોના મોત માટે નેતન્યાહુ અને તેમના દળો જવાબદાર છે. નેતન્યાહુએ કહ્યું છે કે હમાસની ટનલમાંથી જે છ બંધકોના મૃતદેહ મળી આવ્યા હતા તેમને પાછળથી માથામાં ગોળી મારવામાં આવી હતી. બંધકોને જીવતા પરત લાવવામાં સફળ ન થવા બદલ ઇઝરાયેલના PMએ દેશની માફી માંગી હતી.