આટકોટ હાઇવે પર હોસ્પિટલની સામે રોડ પર ડિવાઇડર પર વેરવિખેર અને અકસ્માત નોતરી શકે તે રીતે નડતર રૂપ બનેલા જોખમી પોલ ગમે તેમ મૂકી દેવાયા હતા જે અંગેનો અહેવાલ પ્રસિધ્ધ થતાંની સાથે જ તંત્રને દોડવું પડ્યું હતું અને જે પોલ આડા મૂકી દેવામાં આવ્યા હતા તેને યોગ્ય રીતે ગોઠવી ડિવાઇડરની શાન વધારવામાં આવી હતી. સાથે અકસ્માતના જોખમ પણ ટાળ્યા હતા.એક સમયે લાઈટ ખૂબ શોભનીય રીતે ઝબુકતી હતી જે વાવાઝોડાં અને પવનને લીધે નમી જતા મસમોટા પોલ ઉતારી લેવામાં આવ્યા હતા પરંતુ તંત્ર દ્વારા પોલ યોગ્ય જગ્યાએ મુકવાના બદલે રોડ પર નડતર રૂપ જોખમી રીતે મુકી દેવાયા હતા. હવે તે લાઇટ્સનો ઝગમગાટ રેલાતાં વાહનચાલકોને રાહત સાંપડશે.