રેલવેએ હૅલ્થકૅર નીતિમાં મોટો ફેરફાર કર્યો છે. રેલવે પોતાના કર્મચારીઓ, તેમના આશ્રિતો અને પેન્શનર્સને યુનિક મેડિકલ આઇડેન્ટિફિકેશન (યુએમઆઇડી) કાર્ડ આપશે. આ કાર્ડ થકી કોઈ પણ રેફરલ વિના રેલવેની નિર્ધારિત હૉસ્પિટલો અને તમામ એમ્સમાં મફત સારવાર કરાવી શકશે. આ કાર્ડ સંબંધિત કર્મચારીઓ-પેન્શનરોની અપીલને પગલે 100 રૂપિયા ફી લઈને અપાશે. આ ફેરફારથી રેલવેના અંદાજે 12.50 લાખ કર્મચારીઓ અને 15 લાખથી વધુ પેન્શનર્સ અને લગભગ 10 લાખ આશ્રિતોને લાભ થશે.
રેલવેના સેવારત કર્મચારીઓ, પેન્શનર્સ અને તેમના આશ્રિતોને હૅલ્થ મૅનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ (HMIS) થકી તેમના આગ્રહને પગલે કાર્ડ ફાળવાશે.