ભારતમાં શ્રીમંતની સંખ્યામાં ઝડપથી વૃદ્ધિ થઈ રહી છે. વધતા શ્રીમંત જેઓને રોકણકારોની ભાષામાં એચએનઆઈ (ઉચ્ચ નેટ-વર્થ વ્યક્તિગત) તરીકે ઓળખવામાં આવે છે તેઓની સંખ્યા માક્ષ વધી રહી હોય તેવું નથી, પરંતુ તેમની રોકાણ પસંદગીઓ પણ બદલાઈ છે.
તેઓ પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસિસ (PMSs) અને AIFs જેવાં માત્ર શ્રીમંત લોકો માટે જ વધુને વધુ ઉત્પાદનો શોધી રહ્યાં છે. AMCs પાસે પણ તેમની PMS ઓફરિંગ છે. આઇસીઆઇસીઆઈ પ્રુડેન્શિયલ એએમસી આ કેટેગરીમાં કામગીરી દર્શાવવામાં પણ મોખરે રહી છે.
જ્યારે ઉચ્ચ ફુગાવો, વધતા વ્યાજ દરો, રશિયા-યુક્રેનની કટોકટી અને વૈશ્વિક મંદીના ભયને કારણે વિશ્વભરના બજારોમાં 2022માં અસ્થિરતાનો માહોલ હતો ત્યારે આઇપ્રૂની PMS વ્યૂહરચનાઓએ રોકાણકારોને અત્યંત પ્રોત્સાહક પરિણામો આપ્યા હતા. વાસ્તવમાં, આઇપ્રૂ PMS PIPE સ્ટ્રેટેજી અને PMS કોન્ટ્રા સ્ટ્રેટેજી 2022માં દરેકમાં 20 ટકાનો વધારો કરીને શ્રેષ્ઠ પ્રદર્શન કરનારાઓમાંની એક હતી.
PMS ફ્લેક્સી કેપ સ્ટ્રેટેજી ટોચના પાંચ શ્રેષ્ઠ પ્રદર્શનકારોમાં સામેલ હતી. આ યોજનાઓની લાંબા ગાળાની કામગીરી વધુ સારી હતી. ત્રણેય સ્કીમોએ પૂરા થયેલા ત્રણ વર્ષના સમયગાળામાં અનુક્રમે 29 ટકા, 24 ટકા અને 17 ટકા વળતર આપ્યું હતું.