સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 2016 પહેલાના રજિસ્ટ્રેશન થયેલા વિદ્યાર્થીઓની બી.એ. તથા બી.કોમ.ની 1થી 6 સેમેસ્ટર અને એમ.એ. અને એમ.કોમ.ની 1થી.4 સેમેસ્ટરની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે. જેમાંથી 21 નવેમ્બરથી જે પરીક્ષાઓ શરૂ થવાની છે તેમાં બી.એ. સેમેસ્ટર-1, 3 અને 5, એમ.એ. સેમેસ્ટર 1 અને 3, એમ.કોમ. સેમેસ્ટર 1 અને 3ની પરીક્ષાનો સમાવેશ થાય છે જ્યારે બાકીના વિષયોની પરીક્ષા ડિસેમ્બરમાં લેવાશે. 1 ડિસેમ્બરથી જે પરીક્ષાઓ શરૂ થવાની છે તેમાં બી.એ. સેમેસ્ટર 2, 4 અને 6, એમ.એ. સેમેસ્ટર 2 અને 4, એમ.કોમ. સેમેસ્ટર 2 અને 4ની પરીક્ષા લેવાશે.
આ તમામ પરીક્ષાઓ માટે દિવસ દરમિયાન ત્રણ જુદા જુદા સમયના સ્લોટ પડાયા છે જેમાં બી.એ. સેમેસ્ટર-1 અને 2ની પરીક્ષા સવારે 8થી 10.30 કલાકે લેવાશે. જ્યારે 11.30થી 2 કલાકે બી.એ. સેમેસ્ટર 3 અને 4ની પરીક્ષા લેવાશે. બપોરે 3થી 5.30 કલાકે બી.એ. સેમેસ્ટર-5, એમ.એ. સેમેસ્ટર-3, એમ.કોમ. સેમેસ્ટર-3, બી.એ. સેમેસ્ટર 6, એમ.એ. સેમેસ્ટર-4 અને એમ.કોમ. સેમેસ્ટર 4ની પરીક્ષા લેવાશે. યુનિવર્સિટીએ વર્ષ 2016 પહેલાના વિદ્યાર્થીઓને ફરી તક આપતા યુજીના સેમેસ્ટર 1થી 6 અને પીજીના સેમેસ્ટર 1થી 4ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે.