પશ્ચિમ બંગાળના રાજ્યપાલ એલ.એ.ગણેશન ફુટબોલ પ્રેમીઓના નિશાને આવ્યા છે. તેમનો એક વીડિયો એક વાઈરલ થયો છે. જેમાં તેઓ ડૂરંડ કપના પ્રાઈઝ ડિસ્ટ્રીબ્યૂશનમાં ફોટો ખેંચાવવા માટે ભારતીય કેપ્ટન સુનિલ છેત્રીને ધકો મારીને આગળ આવતા નજર આવે છે. ટુર્નામેન્ટની ફાઈનલ મેચ રવિવારે કોલકાત્તામાં રમાઈ ગઈ હતી.
એલ.એ.ગણેશન સેરેમનીમાં ગેસ્ટ તરીકે સામેલ થયા હતા, જ્યારે બેંગ્લુરુ FCની કેપ્ટનશિપ કરી રહ્યા હતા. મેચ પત્યા પછી છેત્રીને ચેમ્પિયન ટ્રોફી લઈને મંચ ઉપર બોલાવવામાં આવ્યા હતા. મંચ નાનકડું હતુ., એટલે સુનિલ છેત્રી જ્યારે ટ્રોફી લઈને ફોટો સેશનમાં પહોંચ્યા, ત્યારે રાજ્યપાલ ગણેશન થોડા દબાતા દેખાઈ રહ્યા હતા. તેમની આગળ છેત્રી હતા. તેવામાં ગણેશને છેત્રીને પકડીને સાઈડમાં કરી દીધા હતા.
38 વર્ષના ભારતીય ફુટબોલર સુનિલ છેત્રીએ પહેલીવાર ડૂરંડ કપ જીત્યો છે. તેમણે પોતાના કરિયરમાં માત્ર આ કપ જ જીતવાનો બાકી રહ્યો હતો, તે પણ હવે પૂરી થઈ ગઈ છે. તેમની કેપ્ટિનશિપમાં બેંગ્લુરુ FC પહેલીવાર ચેમ્પિયન બની હતી.
બેંગ્લુરુ FCએ ખૂબ રોમાંચક મેચ 2-1થી જીતી લીધી હતી. ટીમે મુંબઈ સિટી FCને હરાવી હતી. જ્યાં શિવ શક્તિએ 11મી મિનિટે ગોલ ફટકારીને બેંગ્લુરુને 1-0ની લીડ અપાવી હતી. ત્યારપછી મુંબઈ સિટી FCના અપુઇયાએ 30મી મિનિટે ગોલ ફટકારીને મેચને 1-1ની બરાબરી ઉપર લાવી દીધી હતી. જોકે આ પછી બેંગ્લુરુના એલન કોસ્ટે 61મી મિનિટે નિર્ણાયક ગોલ ફટકાર્યો હતો. આ ગોલ કેપ્ટન છેત્રીએ કોર્નર કિક ઉપર આવ્યો હતો. કોસ્ટે છેત્રીના પાસ ઉપર ગોલ ફટકાર્યો હતો.