Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

આયાતી તેલ પર ડ્યૂટી નાખવાની વિચારણના પગલે ઘરઆંગણે તેલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. જોકે સામાન્ય રીતે સાઇડ તેલ કરતા સિંગતેલમાં ભાવ વધતા હોય છે, પરંતુ આ વખતે ખાદ્યતેલમાં ઊંધી સર્કિટ જોવા મળી છે. હાલમાં સિંગતેલમાં નરમ વલણ જોવા મળી રહ્યું છે. જ્યારે કપાસિયા, સનફ્લાવર, કોર્ન ઓઇલમાં તેજી જોવા મળી રહી છે.કપાસિયા તેલમાં બુધવાર બાદ ગુરુવારે પણ રૂ.30નો ભાવવધારો થયો હતો.જેને કારણે કપાસિયા તેલનો ડબ્બાએ રૂ. 1900ની સપાટી કુદાવી છે અને સનફ્લાવર, કોર્ન ઓઇલમાં પણ ભાવવધારો થયો છે.


હાલ ઉંચા ભાવને કારણે ખાદ્યતેલમાં ખરીદી અટકી છે. તેમ વેપારીઓ જણાવી રહ્યા છે. ખાદ્યતેલમાં જન્માષ્ટમી પર્વથી ખરીદીનો પ્રારંભ થતો હોય છે. જે દિવાળી સુધી ચાલુ રહે છે, પરંતુ ઉંચા ભાવથી હાલ ચિત્ર ઊલટું છે.નવરાત્રિ પર્વથી જ યાર્ડમાં નવી મગફળી અને કપાસની આવક શરૂ થતી હોય છે, પરંતુ ગત માસમાં પડેલા ભારે વરસાદને કારણે મગફળી-કપાસના પાકને નુકસાન ગયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. જેથી આ વખતે આવક પણ ઓછી થશે. બુધવારની સરખામણીએ ગુરુવારે બેડી યાર્ડમાં કપાસની આવક 300 ક્વિન્ટલ ઓછી નોંધાઈ હતી. એક મણ કપાસનો ભાવ રૂ.1300થી લઇને 1700 સુધી બોલાયો હતો.