જર્મનીના હેમ્બર્ગ શહેરમાં શુક્રવારે મોડી રાત્રે એક ચર્ચમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર આ ઘટનામાં 7 લોકોનાં મોત થયાં હોવાના અહેવાલ છે. જ્યારે અનેક લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. પોલીસના જણાવ્યા અનુસાર હુમલાખોર વિશે કોઈ ચોક્કસ માહિતી મળી નથી. તેમજ તેણે આ ઘટનાને શા માટે અંજામ આપ્યો તે જાણી શકાયું નથી.
હેમ્બર્ગ પોલીસે ટ્વીટ કર્યું, 'આ ફાયરિંગમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા, કેટલાકનાં મોત પણ થયાં. અમે મોટી સંખ્યામાં સુરક્ષા દળો સાથે સ્થળ પર છીએ. જો કે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે હુમલાખોર એક હતો કે એકથી વધુ.