યાત્રાધામ દ્વારકા ભારતના પશ્ચિમી છેવાડે સ્થિત દેશના મુખ્ય તીર્થક્ષેત્ર છે દરરોજ રેલવે માર્ગે પણ હજારો યાત્રીકો આવે છે. હાલ દરીયાઈ પટ્ટી પર આવેલા યાત્રાધામમાં દ્વારકા નજીક રેલવે ટ્રેકનો અમુક કિમીનો વિસ્તાર બંને તરફ સમુદ્રી પાણી તથા તાજેતરના વરસાદથી હરિયાળો બન્યો હોય, ખૂબ જ રમણીય લાગે છે. ઊંચાઈ પરથી નિહાળતા જાણે કે સમુદ્ર વચ્ચેથી પસાર થતા રેલવે ટ્રેકનો સોહામણો અને અદભુત નઝારો જોવા મળે છે.