Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટ બાદ ગુજરાત સંપૂર્ણ હાઈ એલર્ટ પર છે. બ્લાસ્ટ બાદ અમદાવાદ-ગાંધીનગરથી લઈને રાજકોટ રેન્જના પાકિસ્તાન સાથે દરિયાઈ પટ્ટી ધરાવતા 5 જિલ્લા સહિત રાજ્યભરમાં પોલીસે સઘન ચેકિંગનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. ભાવનગર, જૂનાગઢ, નવસારી, પાટણ, સુરતની વરાછા, વડોદરા-ભરૂચ રેલવે સ્ટેશન, એસટી બસ સ્ટેન્ડ, હોટલ-ધાબા, બજાર, ધાર્મિક સ્થળો અને ગુજરાત-રાજસ્થાન બોર્ડરની તમામ ચેકપોસ્ટો પર બેરિકેટિંગ સાથે વાહનો-મુસાફરોની ઝીણવટભરી તપાસ ચાલુ કરવામાં આવી છે. ચિલોડા, કલોલ, અમીરગઢ સહિતના નાકાઓ પર પોલીસનો કડક બંદોબસ્ત છે. ગુજરાત DGPએ ટ્વીટ કરીને લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે, જ્યારે તમામ જિલ્લાના SP-DySP સ્વયં મેદાનમાં ઉતરીને ચેકિંગ કર્યું.

ભાવનગર પોલીસ દ્વારા વાહન અને જાહેર સ્થળોએ ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, સાંજના સુમારે દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા ભયંકર વિસ્ફોટની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં સતર્કતા વધારવા આવી રહી છે તે અંતર્ગત ભાવનગર શહેરમાં પણ પોલીસે સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવા ના પગલે ભાવનગર શહેર ના એસટી બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન સહિતના સ્થળો, તેમજ શહેરની મુખ્ય બજારો, મોલ તેમજ શંકાસ્પદ વાહનો અને વ્યક્તિઓની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.