વિશ્વભરના કારખાનામાં કામ કરી રહેલા રોબોટની સંખ્યા 40 લાખને પાર થઇ ચુકી છે. વર્લ્ડ રોબોટિક્સના તાજેતરના રિપોર્ટ અનુસાર વર્ષ 2023માં વિશ્વભરની ફેકટરીઓમાં અંદાજે 42.81 લાખ રોબોટિક યુનિટ કામ કરી રહ્યાં છે.
આ સતત ત્રીજું વર્ષ છે, જ્યારે કોઇ 1 વર્ષમાં કારખાનામાં 5 લાખથી વધુ રોબોટ્સ તહેનાત કરાયા છે. 2023માં અંદાજે 5,41,302 રોબોટ્સ તહેનાત કરાયા હતા. 2022માં આ આંકડો 5,52,946 હતો. આ દૃષ્ટિએ 2023માં તહેનાત કરાયેલા રોબોટની સંખ્યામાં ઘટાડો થયો છે.
આ વર્ષે તહેનાત કુલ રોબોટમાં સૌથી વધુ 70% એશિયાના કારખાનામાં તહેનાત કરાયા છે. યુરોપમાં 17% અને અમેરિકામાં 10% નવા રોબોટ્સ તહેનાત કરાયા છે. ઇન્ટરનેશનલ ફેડરેશન ઑફ રોબોટિક્સ અનુસાર 2025 થી 2027 સુધી વાર્ષિક રોબોટ ઇન્સ્ટોલેશનમાં 4%નો વધારો થયો છે.