ઇસ્તાંબુલના મેયર અને વિપક્ષી નેતા ઈકરમ ઇમામુલુુની ધરપકડ બાદ તુર્કીમાં રાષ્ટ્રપતિ એર્દોગન વિરુદ્ધ સૌથી મોટો વિરોધ પ્રદર્શન ચાલુ છે. છેલ્લા 5 દિવસમાં 1,133 વિરોધીઓની અટકાયત કરવામાં આવી છે.
તુર્કીના મંત્રી અલી યેરલિકાયાએ કહ્યું કે, અમારા રસ્તાઓ પર આતંક ફેલાવવો અને અમારા દેશની શાંતિ અને સુરક્ષાને જોખમમાં મૂકવી તે બિલકુલ સહન કરવામાં આવશે નહીં.
ઘણી જગ્યાએ પોલીસ અને વિરોધીઓ વચ્ચે ઘર્ષણ થયું છે. પ્રદર્શનકારીઓ શેરીઓ, યુનિવર્સિટીઓ અને મેટ્રો સ્ટેશનો પર સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. ઘણા રસ્તાઓ અને મેટ્રો લાઇન પણ બંધ કરી દેવામાં આવી છે.
દેશના સૌથી મોટા શહેર ઇસ્તાંબુલમાં સરકારે ચાર દિવસ માટે જાહેર મેળાવડા પર પ્રતિબંધ મૂક્યો છે.