બ્રિટને આખરે ચાગોસ ટાપુઓ મોરેશિયસને પરત કરવાનો નિર્ણય લીધો છે. આ ટાપુઓનો સમૂહ હિન્દ મહાસાગરમાં આવેલો છે અને તેમાં 60થી વધુ નાના ટાપુ છે. ચાગોસ ટાપુઓ વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ છે, ખાસ કરીને બ્રિટન અને અમેરિકી લશ્કરી બેઝ ડિએગો ગાર્સિયા માટે. બ્રિટિશ સરકારે કહ્યું કે આ સમજૂતીને અમેરિકા જેવા આંતરરાષ્ટ્રીય ભાગીદારોએ પણ સમર્થન આપ્યું છે.
બ્રિટનના વિદેશમંત્રી ડેવિડ લેમીએ કહ્યું કે આ સમજૂતી અમારા મહત્ત્વપૂર્ણ સૈન્યમથકને સુરક્ષિત કરશે. તેનાથી વૈશ્વિક સુરક્ષા મજબૂત થશે અને હિન્દ મહાસાગરનો ગેરકાયદેસર સ્થળાંતર માટેના માર્ગ તરીકે ઉપયોગ થશે નહીં. તે મોરેશિયસ સાથેના અમારા સંબંધોને પણ મજબૂત કરશે. આ સમજૂતી પર અમેરિકાનું સમર્થન મળ્યું છે અને આંતરાષ્ટ્રીય સુરક્ષા પણ જળવાઈ રહેશે.
નોંધનીય છે કે બ્રિટન, અમેરિકા સાથે મળીને ચાગોસના ડિએગો ગાર્સિયા દ્વીપ પર એક સૈન્ય મથક ચલાવે છે. જે અનેક બાબતોમાં વ્યૂહાત્મક રીતે મહત્વ ધરાવે છે. આ દ્વીપસમૂહ મોરેશિયસથી લગભગ 2,200 કિલોમીટર અને ભારતીય ઉપ-ખંડની દક્ષિણમાં લગભગ 1,000 નોટિકલ માઈલ પર સ્થિત છે.