Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

હરિયાણામાં 22 જિલ્લાની 90 વિધાનસભા બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરે સૌથી પહેલા કરનાલમાં મતદાન કર્યું હતું.


મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. પરિણામ 8મી ઓક્ટોબરે આવશે. રાજ્યમાં કુલ મતદારો 2.03 કરોડ છે. જેમાં 1.07 કરોડ પુરૂષ અને 95 લાખ મહિલા મતદારો છે.

આ ચૂંટણીમાં 1031 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, જેમાં 930 પુરુષ અને 101 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. 462 અપક્ષ ઉમેદવારો છે, જેમાં 421 પુરુષ અને 41 મહિલા ઉમેદવારો છે. રાજ્યમાં પ્રથમ વખત કોંગ્રેસ અને ભાજપ સિવાય મોટા પાંચ રાજકીય પક્ષો જનનાયક જનતા પાર્ટી (JJP), ઈન્ડિયન નેશનલ લોકદળ (INLD) અને આમ આદમી પાર્ટી (AAP) ચૂંટણી મેદાનમાં છે.

ભાજપ અને AAP સિવાય અન્ય તમામ પાર્ટીઓ અન્ય પાર્ટીઓ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસે એક સીટ પર સીપીઆઈ-એમ સાથે ગઠબંધન કર્યું છે. JJP, MP ચંદ્રશેખર આઝાદની પાર્ટી આઝાદ સમાજ પાર્ટી (ASP) અને INLD બહુજન સમાજ પાર્ટી (BSP) સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી રહ્યા છે.