ધોરાજી જુનાગઢ વચ્ચે આવેલા દિગંબર સંન્યાસ આશ્રમ પ્રાચીન નવદુર્ગા આશ્રમ માખીયાળા ખાતે અખંડ નવ દિવસ રામાયણના પાઠ સાથે 125 સતચંડી મહાયજ્ઞ અનુષ્ઠાનો પ્રથમ નોરતાથી પ્રારંભ થયો છે. જેમાં ચિત્રકૂટના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા અખંડ 24 કલાક રામાયણના પાઠનું 9 દિવસ સુધી અનુષ્ઠાન શરૂ કરવામાં આવ્યું છે.આ આયોજન છેલ્લા 39 વર્ષથી થઇ રહ્યું છે.
આશ્રમના મહંત દિગંબર લાલુગિરિજી મહારાજ ના સાનિધ્યમાં આ વર્ષે પણ નવરાત્રી અનુષ્ઠાનનો પ્રથમ નોરતાથી પ્રારંભ કરવામાં આવેલો હતો. આ સમયે દિગંબર લાલુ ગીરીજી મહારાજ એ જણાવ્યું હતું કે મંડલીકપુરના શાસ્ત્રી મુકેશ અદા વિગેરે પંડિતો દ્વારા નવરાત્રિના પ્રથમ દિવસે વૈદિક મંત્રોચ્ચાર સાથે નવદુર્ગાનું પૂજન સ્થાપના કળશ સ્થાપના તેમજ વૈદિક પરંપરા મુજબ નવરાત્રી અનુષ્ઠાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.સંતો મહંતોની હાજરીમાં નવરાત્રી માતાજીનું સ્થાન વૈદિક પરંપરા મુજબ અખંડ ૨૪ કલાકના રામાયણ ના પાઠ તેમજ સતચંડી મહાયજ્ઞમાં અનુષ્ઠાનનો પણ પ્રારંભ કરવામાં આવેલો હતો.
આ કાર્યક્રમ અંગે શાસ્ત્રી મુકેશઅદા એ જણાવ્યું હતું કે હિન્દુ ધર્મમાં નવરાત્રિ પર્વ એટલે માતાજીની આરાધનાનો દિવસ ગણાય છે.આ સમય માતાજીની આરાધના સાથે સાથે દિવ્ય ભક્તિનો સમય છે. અહીં કોઈ લોકોને આમંત્રણ પાઠવવામાં આવતું નથી, લોકો સ્વયંભુ ઉમટે છે.