Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

પૂર્વી યુક્રેનના ડોનેત્સ બખમુટ વિસ્તારમાં પારો ગગડીને -6 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યો છે. તે વર્તમાન સમયમાં સૌથી વધુ ઠંડું યુદ્વક્ષેત્ર છે. રશિયન સૈન્યનો મુકાબલો કરવા માટે યુક્રેનનું સૈન્ય પણ મક્કમ છે. બખમુટમાં ભીષણ યુદ્વ ચાલી રહ્યું છે.

આ બર્ફીલા યુદ્વક્ષેત્રમાં દરેક જગ્યાએ બરફ જ છે. દૂર-દૂર સુધી બરફની ચાદર પર બારુદના નિશાન નજર આવે છે. હું બખમુટમાં એક યુક્રેની બંકરમાં પહોંચી. બંકરની બહાર વાઇટ (સૈનિકોના કોડનેમ)ને મળી. વાઇટનું બૉડી આર્મર, હેલમેટ, પેન્ટ, જેકેટ અને મોજાં એ તમામ સફેદ હતાં. વાસ્તવમાં સૈનિક વાઇટ, કીવમાં એક કંપનીના સીઇઓ હતા. તેનું અસલી નામ મેતરો છે. રશિયાએ યુક્રેન પર હુમલો કરતા મેતરો નોકરી છોડીને યુક્રેન સૈન્યમાં જોડાયા. બંકરની અંદર પાણી ભરેલું હતું. જૂતાંની અંદર આવી રહેલા પાણીથી આંગળીઓ સુન્ન થઇ રહી હતી. વાઇટે તેમના જેવા અન્ય સૈનિકો સ્વીડ, એડવોકેટ, વૉલરસ, કેપ, લોક અને બીટલ સાથે મુલાકાત કરાવી. તેઓ પણ યુક્રેની સૈન્યના નિયમિત સૈનિકો નથી.

વાઇટ અનુસાર ગરમી બાદ કડકડતી ઠંડીમાં બંકરોમાં રહેવું પડકારજનક હોય છે. યુક્રેની સૈન્ય તરફથી ગરમ યુનિફોર્મ ઉપલબ્ધ કરાવાયા છે, પરંતુ તે પણ પર્યાપ્ત નથી. પરિણામે, મિત્રોએ પૈસા ભેગા કરીને તેમના અને મિત્રો માટે વધારાના વિન્ટર યુનિફોર્મની ખરીદી કરી. એક અન્ય સૈનિક બીટલે જણાવ્યું કે વિન્ટર યુનિફોર્મમાં પાણીના પ્રવાહને રોકતું લેયર હોય છે. પરંતુ બર્ફીલા પાણી સાથે સતત સંપર્કમાં રહેવાથી વધુ ઘસારો લાગે છે. પાણી અંદર આવવા લાગે છે.

હિમવર્ષમાં કડકડતી ઠંડી બાદ બરફ જામી જાય છે. પરંતુ પારો વધતા જ બરફ પીગળવા લાગે છે. બંકરોની ઉપર પણ બરફ ઓગળીને પાણીના ટીપાના રૂપમાં ટપકવા લાગે છે. હાજા થીજાવતી ઠંડીમાં બંકરોમાં બોનફાયર પણ થઇ શકતું નથી. તેનાથી રશિયન સૈનિકો લોકેશન સુધી પહોંચે તેવી આશંકા રહે છે. તે ઉપરાંત તાપણું કરવા માટે સુકાયેલી લાકડી પણ મળતી નથી. સૈનિક એડવોકેટ અનુસાર ગરમીમાં લીલા વૃક્ષો અને ઘાસને કારણે દુશ્મનોની નજરથી બચવું સરળ હોય છે. જ્યારે બરફની સફેદીને કારણે છૂપાવવું મુશ્કેલ હોય છે.