ગણેશજી પ્રથમ પૂજવામાં આવતા દેવ છે અને તમામ દેવી-દેવતાઓની પૂજા પહેલા તેમની પૂજા ચોક્કસપણે કરવામાં આવે છે. આજે બુધવાર છે અને આ દિવસની શરૂઆત પણ ગણેશ પૂજાથી કરવી જોઈએ. પૂજામાં ભગવાનના મંત્રોનો જાપ કરવો જોઈએ.
ઘરના મંદિરમાં ભગવાન ગણેશની મૂર્તિનો અભિષેક કરો. પાણી-દૂધ અને પછી જળ-દૂધ અર્પણ કરો. ભગવાન ગણેશને પવિત્ર દોરો પહેરાવો. અબીર, ગુલાલ, ચંદન, સિંદૂર, અત્તર, ચોખા વગેરે જેવી શુભ વસ્તુઓ ચઢાવો. દુર્વાના 21 ગઠ્ઠા અર્પણ કરો. ભોજન ઓફર કરો. કપૂર અને દીવો પ્રગટાવી આરતી કરો. પૂજા પછી પ્રસાદ વહેંચો.
ગણપતિને દૂર્વા કેમ ચઢાવવામાં આવે છે?
દૂર્વા એક પ્રકારનું ઘાસ છે, જે ગણેશજીની વિશેષ અર્પણ કરવામાં આવે છે. ગણેશજી અને દૂર્વાનો સંબંધ અંગે અનલાસુર નામના અસુરની કથા પ્રચલિત છે. કથા પ્રમાણે, તમામ દેવતા અને મનુષ્ય અનલાસુરના આતંકથી કંટાળી ગયા હતા. ત્યારે દેવરાજ ઈન્દ્ર, તમામ દેવી-દેવતા અને પ્રમુખ ઋષિમુનિઓ મહાદેવ પાસે પહોંચ્યા હતાં. શિવજીએ કહ્યું, આ કામ માત્ર ગણેશજી જ કરી શકે છે. ત્યાર બાદ તમામ દેવી-દેવતા અને પ્રમુખ ઋષિમુનિઓ ગણેશજી પાસે પહોંચ્યાં હતાં. દેવી-દેવતા અને તમામ પ્રાણીઓની રક્ષા કરવા માટે ગણેશજી અનલાસુર સાથે યુદ્ધ કરવા પહોંચ્યા. ત્યારે બંને વચ્ચે ઘમાસાણ થયું હતું. અનલાસુર પરાજિત નહોતો થઈ રહ્યો, ત્યારે ગણેશજી તેને પકડી ગળે ઉતારી દીધો. ત્યાર બાદ ગણેશજીને પેટમાં બળતરા થવા લાગી. ગણેશજીના પેટની બળતરા શાંત કરવા માટે કશ્યપ ઋષિએ દૂર્વાની 21 ગાંઠ બનાવી અને ગણેશજીને એનું સેવન કરવાનું જણાવ્યું. દૂર્વા ગ્રહણ કરતાં જ તેમના પેટની બળતરા શાંત થઈ. ત્યારથી જ ગણેશજીને દૂર્વા ચઢાવવાની પરંપરા શરૂ થઈ.
ગણપતિ મૂષક પર કેમ સવારી કરે છે?
આ અંગે અનેક પૌરાણિક કથાઓ પ્રચલિત છે. એમાંથી સૌથી વધુ પ્રચલિત કથા પ્રમાણે, પ્રાચીન સમયમાં એક અસુર મૂષકના સ્વરૂપે પારાશર ઋષિના આશ્રમમાં પહોંચી ગયો હતો અને તેણે આખો આશ્રમ કોતરીને નષ્ટ કર્યો હતો. આશ્રમમાં તમામ ઋષિઓએ ગણેશજીને પ્રાર્થના કરી કે મૂષકના આતંકનો અંત લાવે. ત્યારે ગણેશજી આશ્રમમાં પ્રગટ થયા. તેમણે મૂષકને વશમાં કરવાના ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ એ કાબૂમાં આવ્યો નહીં.
છેલ્લે, ગણેશજીએ પાશ ફેંકીને મૂષકને કેદ કર્યો ત્યારે મૂષકે ગણેશજીને મૃત્યુદંડ ન આપવા પ્રાર્થના કરી. ગણેશજીએ તેની પ્રાર્થના સ્વીકારી અને વરદાન માગવા કહ્યું. મૂષકનો સ્વભાવ કુતર્ક હોય છે. મૂષકે કહ્યું, મને કાંઈ નથી જોઈતું, તમે જ કંઈ માગો.