હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. હરિયાણામાં ભાજપની સરકાર બની રહી છે. પાર્ટીએ 48 બેઠકો કબજે કર્યો છે. આ સાથે જ જમ્મુ-કાશ્મીરમાં ભાજપને 29 બેઠકો મળી છે.
ચૂંટણી પરિણામો આવ્યા બાદ પીએમ મોદી રાત્રે 8 વાગ્યે દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર પહોંચ્યા. કાર્યકર્તાઓને સંબોધતા તેમણે કહ્યું- આજે નવરાત્રીનો છઠ્ઠો દિવસ છે. હરિયાણામાં ત્રીજી વખત ભાજપની સરકાર આવી છે. દરેક જાતિ અને દરેક વર્ગે અમને મત આપ્યો.
પીએમએ કહ્યું કે ગીતાની ધરતી પર સત્યની જીત થઈ છે. જમ્મુ-કાશ્મીરમાં દાયકાઓની રાહ બાદ શાંતિપૂર્ણ ચૂંટણી યોજાઈ. હરિયાણાના લોકોએ આ વખતે કમાલ કરી બતાવી છે.
મોદી પહેલા હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ બીજેપી હેડક્વાર્ટરમાં આયોજિત આભાર કાર્યક્રમમાં અધ્યક્ષ જેપી નડ્ડાએ જીતનો શ્રેય પીએમ મોદીને આપ્યો હતો.