ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 10 વર્ષમાં 182% વધી સરેરાશ ત્રણ ગણું થયું છે. નાણાવર્ષ 2023-24માં ટેક્સ કલેક્શન રૂ.19.60 લાખ કરોડ હતું. તેની સરખામણીમાં નાણાવર્ષ 2014-15માં રૂ. 6.95 લાખ કરોડનું ટેક્સ કલેક્શન થયું હતું. આવકવેરા વિભાગના અહેવાલ અનુસાર છેલ્લા એક દાયકા દરમિયાન વ્યક્તિગત આવકવેરામાં સૌથી વધુ વધારો થયો છે.
2014-15માં વ્યક્તિગત આવકવેરાનું કલેક્શન રૂ.2.65 લાખ કરોડ હતું જે 24-25માં 294.3% વધીને રૂ.10.45 લાખ કરોડ થયું છે જે કોર્પોરેટ ટેક્સ કલેક્શનથી પણ વધી ગયુ છે. ગયા નાણાકીય વર્ષમાં રૂ. 9.11 લાખ કરોડ હતું. 2014-15માં કોર્પોરેટ ટેક્સ કલેક્શન રૂ. 4.28 લાખ કરોડ હતું. આ કિસ્સામાં 112.85% નો વધારો થયો હતો. દરમિયાન ટેક્સ ટુ જીડીપી રેશિયો 5.55% થી વધીને 6.64% રહ્યો છે.
કુલ ટેક્સ રિટર્ન પણ બમણાથી વધુ ઃ આ વર્ષે માર્ચમાં પૂરા થયેલા નાણાવર્ષ 23-24માં કુલ 8.61 કરોડ ટેક્સ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા હતા. તેની સરખામણીમાં 2014-15માં માત્ર રૂ. 4.04 કરોડ જ ટેક્સ રિટર્ન ફાઇલ થયા હતા. આ સમયગાળા દરમિયાન વ્યક્તિગત આવકવેરા રિટર્ન રૂ. 3.74 કરોડથી વધીને રૂ. 8.13 કરોડ થયું છે.